History

A Family with Believe in Help

History of Vaishnav Parivar

પૂજ્ય સુરાપુરા દાદા નું મુળ વતન પંજાબ ત્યાંથી ગુજરાત માં સીધ્ધપુર માં વસેલા સિધ્ધેશ્ર્વર મહાદેવ નું મંદિર બંધાવેલ એટલે સીદપરા કહેવાયા અને ત્યાં સમાજના કલ્યાણ માટે બાપા એ અનેક ધીંગાણાં કર્યા. ત્યાર બાદ દેશ હલારમાં પીપરભાડુયા ગામ વસાવેલ હરખાબાપા શિવ ભક્ત થયા ત્યાં શિવ મંદિર બંધાવેલ. નવ સો કન્યા ધમૅ પરણાવેલ ઘી થી અવેડો ભરેલ ચોવીસ ગામ ને ચોરસી આપેલ બારોટ દેવાજીને અમર ઈતિહાસ લખાવેલ રોઝી ઘોડી ચાંદીનો હોકો દાનમાં આપેલ. ત્યાંથી ધોરાજી (મોટી) આવીને હવેલીમાં કંઠી બંધાવેલ એટલે વૈષ્ણવ કહેવાયા.

ત્યાર બાદ હરખાબાપા એ તેમના પરમ મિત્ર સુથાર જ્ઞાતિના વીરજીબાપા સાથે સમાજ કલ્યાણ માટે ધીંગાણાં કર્યા. ધીંગાણાં માં લડતા-લડતા બાપાનો હાથ તથા માથું રાદળ ગામ મુકામે કપાયું આમ છતાં તેમનું ધડ લડતા-લડતા રૈયા ગામ મુકામે આવ્યું। ત્યાંકોઈ કોઈએ ઝળીનો દોરો પહેરાવતા ત્યાં જ વીરગતિ પામ્યાં. જેથી તેમના હાથની ખાંભી રાદળ ગામ ના પાદર માં, માથાની ખાંભી રાદળ ગામ ની વાડી અને ધડ ની ખાંભી રૈયા ગામ મુકામે તેમના પ્રિય મિત્ર વીરજીબાપા સાથે આજની તારીખે પણ હયાત છે.

ઉપરોક્ત તમામ માહિતી વૈષ્ણવ પરિવાર ના બારોટ પાસેથી મળેલ છે.

શુરવીર હરખાબાપા ની બીરદાવ્લી

ધડ ધીંગાણે જેના, માથા મસાણે એવા પાળીયા થઈ ને પુજાવુ,
.....ઘડવૈયા મારે.....
બેટડે બાપના મોંઢા ન ભાળ્યા એવાં કુમળાં હાથે ખોડાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...

મુકું જયાં પગ અહિ ત્યાં સેંકડો અરમાન જાગે છે.
ગગન નાં સ્વર્ગ થી પ્યાંરૂ હરખા બાપનું ધામ લાગે છે.
નથી નદી કે નથી નીર તો પણ રાદડ-હિદડ માં જાદુ ભરેલું લાગે છે.
અમે એ ગામમાં નથી જન્મીયા તો પણ અમારૂં જીવન અધુરુ લાગે છે.
વીર હરખાબાપા ની એ શૌર્ય ગાથા અહિ પડેલી છે.
શુર વીરો ની ખાંભીઓ ની હારમાળા અહિ ઉભેલી છે.
રાદડ-હિદડ ગામને ઝાંપે હરખાબાપા ને વિરજીબાપાની ઘણી લાંબી કહાની છે.
ભલે અમારો જન્મ ત્યાં નથી થયો તો પણ અમને અમર એ જિંદગાની લાગે છે.
રાદડ-હિદડ ગામે વીરોની શૌર્ય ગાથા લોકોનાં જીભે ગવાયેલી છે.
ધર્મ કાજે લીલા નારિયેળ વધેરાણા તો પણ ધડ લડતાં છેક રૈયા ના પાદરમાં અડીખમ ઊભેલા નાં ઈતિહાસ લખાય છે.
જયા સ્વગાપુરી માં સિધાવ્યા પછી પણ વૈષ્ણવ પરિવાર ને વીપત પડીએ એજ ઘડીએ સમક્ષ ઉભેલા દેખાય છે.
તમે જયાં તાગ લો ત્યાં સેંકડો ઇતિહાસ જાગે છે.
અને તેથી મને પુજ્ય શ્રી હરખાબાપા નું નામ વ્હાલું લાગે છે.

લી. સમસ્ત લેઉવા પટેલ વૈષ્ણવ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ